train coach

Amdavad-Hubli Special Train: અમદાવાદ અને હુબ્લી વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન

Amdavad-Hubli Special Train: 25 માર્ચના રોજ ચાલશે અમદાવાદ અને હુબ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન

whatsapp banner

અમદાવાદ, 18 માર્ચ: Amdavad-Hubli Special Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને હુબ્બલ્લિ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું વર્ણ નીચે મુજબ છે :

ટ્રેન નંબર 07312/07311 અમદાવાદ હુબ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રિપ)

ટ્રેન નંબર 07312 અમદાવાદ હુબ્લી સ્પેશિયલ 25 માર્ચ 2024 સોમવારના રોજ અમદાવાદથી 21:25 કલાકે ઉપડીને બીજા દિવસે 19:45 કલાકે હુબ્બલ્લિ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 07311 હુબ્બલ્લિ-અમદાવાદ સ્પેશિયલ 24 માર્ચ 2024  રવિવારના રોજ હુબ્લીથી 19:30 કલાકે ઉપડીને બીજા દિવસે 19:20 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો:- Elvish yadav confessed: એલ્વિશ યાદવે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપવાનો કર્યો સ્વીકાર, પોલીસે NDPS એક્ટની કલમ 29 લગાવી

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સૂરત,વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવલા, પુણે, સતારા, સાંગલી, મિરજ, ઘાટપ્રભા, બેલગામ, લોંડા અને ધારવાડ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અન જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 07312 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ડર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચનાના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો