Electoral Bonds Data

Supreame Court on Electoral Bond: સુપ્રીમકોર્ટે SBIને ફટકાર, કહ્યું- “ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરો”

Supreame Court on Electoral Bond: કોર્ટે એસબીઆઇને ચૂંટણી બોન્ડની વિગતો અને યુનિક નંબર જાહેર કરવા માટે સોમવાર સુધીનો જ સમય આપ્યો હતો

whatsapp banner

નવી દિલ્હી, 18 માર્ચઃ Supreame Court on Electoral Bond: સુપ્રીમકોર્ટે એસબીઆઈને કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ (ચૂંટણી બોન્ડ) સંબંધિત તમામ જાણકારી શેર કરવામાં આવી. કંઇ પણ છુપાવવાની જરૂર જ નથી. કોર્ટે એસબીઆઇને ચૂંટણી બોન્ડની વિગતો અને યુનિક નંબર જાહેર કરવા માટે સોમવાર સુધીનો જ સમય આપ્યો હતો. આ દરમિયાન સુનાવણી વખતે સીજેઆઈએ એસબીઆઈને ફટકાર લગાવતાં કહ્યું કે તમે અત્યાર સુધી જાણકારી શેર કેમ નથી કરી? 

આ પણ વાંચોઃ Elvish yadav confessed: એલ્વિશ યાદવે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપવાનો કર્યો સ્વીકાર, પોલીસે NDPS એક્ટની કલમ 29 લગાવી

સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે અમે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે તમામ વિગતોનો ખુલાસો કરવામાં આવે. કોઈપણ વિગતો પસંદગી આધારિત ન હોવી જોઇએ. તમે કોર્ટના આદેશની રાહ કેમ જોઈ રહ્યા છો? એસબીઆઈએ અત્યાર સુધી પૂરી વિગતો જાહેર જ નથી કરી. એસબીઆઈ અમારા આદેશનું પાલન કરવા બંધાયેલ છે. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો