train 10

Bhabhar Station Stoppage: ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનનું ભાભર સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ

Bhabhar Station Stoppage: ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનનું ભાભર સ્ટેશન ઉપર વધારાનું સ્ટોપેજ

અમદાવાદ, 14 માર્ચ: Bhabhar Station Stoppage: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 14322/14321 ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસનું ભાભર સ્ટેશન ઉપર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે :

  • ટ્રેન નંબર 14322  ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક પ્રભાવથી ભાભર સ્ટેશન ઉપર આગમન/પ્રસ્થાનનો સમય 22.48/22.50 કલાકનો રહેશે.  
  •  ટ્રેન નંબર 14321  બરેલી-ભુજ એક્સપ્રેસનો 15 માર્ચ 2024 થી ભાભર સ્ટેશન ઉપર આગમન/પ્રસ્થાનનો સમય 03.20/03.22 કલાકનો રહેશે.

ટ્રેનોની વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ પણ વાંચો:- Benefits oF Having Early Dinner: રાત્રીનું ભોજન વહેલુ કરવુ જોઇએ, થશે અઢળક ફાયદા- જાણો લાભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો