Benefits oF Having Early Dinner

Benefits oF Having Early Dinner: રાત્રીનું ભોજન વહેલુ કરવુ જોઇએ, થશે અઢળક ફાયદા- જાણો લાભ

Benefits oF Having Early Dinner: રાત્રીનું ભોજન વહેલું ખાવાથી ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે.

હેલ્થ ટિપ્સ, 14 માર્ચઃ Benefits oF Having Early Dinner: તમે અવારનવાર સાંભળ્યું હશે કે મોડા જમવાથી બરાબર પચતું નથી અને ન તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવો અમે તમને જણાવીએ કે, રાત્રી ભોજનનો યોગ્ય સમય કયો અને વહેલા ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થાય છે

  • વહેલું રાત્રીભોજન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. આ એક એવી સારી આદત છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. જેના કારણે ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી નથી.
  • રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જેનાથી તમને ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો.

આ પણ વાંચોઃ Gujarat Police Transfers Order :  લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં બદલીઓના આદેશ, જાહેર થયુ લિસ્ટ

  • જો તમે 10 કે 11 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ છો, તો તમારે ચોક્કસપણે 8 કે 9 વાગ્યા સુધીમાં ડિનર કરવું જોઈએ. આ પછી તમે વોક કરી શકો છો. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. અમે તમને જણાવી દઈએ કે, રાત્રીનું ભોજન વહેલું ખાવાથી ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે. આ તમારા પેટને મોટા થવાથી પણ રોકી શકે છે.
  • જ્યારે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. આ તમારા શરીરને ખોરાકને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાની અને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.
  • જમવા અને ઉંઘવા વચ્ચેના સમયમાં 2 કલાકનો ગેપ હોવા જરૂરી છે. જમીને તરત જ ઉઘવાથી ખોરાક સારી રીતે પાચન થતો નથી, તેમજ ન તો સારી ઊંઘ આવે. રાત્રે મોડા ભોજન કરનારા લોકોને એસિડિટી અને પેટ દર્દની તકલીફ વધુ હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે ટાઈમસર ભોજન લેવું જોઈએ.  
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો