train 5

Jamnagar-Vadodara Intercity: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Jamnagar-Vadodara Intercity: 10 એપ્રિલ ની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

whatsapp banner

રાજકોટ, 09 એપ્રિલ: Jamnagar-Vadodara Intercity: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે રેલવેના સ્ટીલ બ્રિજ ના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો ને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો:- Chaitri Navratri: સંવંત અને સંવત્સરની સવિસ્તર માહિતી માટે જરૂરથી વાંચો આ લેખમાળા

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 એપ્રિલ, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 એપ્રિલ, 2024 ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો