Mumbai division trains Cancel: મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ સ્લાઈડ થવાને કારણે ટ્રેન રદ રહેશે.

Mumbai division trains Cancel: અમદાવાદ-પુણે, વેરાવળ-પુણે અને જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ટ્રેનો અસરગ્રસ્ત રહેશે

અમદાવાદ , ૨૨ જુલાઈ: Mumbai division trains Cancel: મધ્ય રેલ્વેના મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ સ્લાઈડ થવાને કારણે અમદાવાદ-પુણે, વેરાવળ-પુણે અને જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ટ્રેનો અસરગ્રસ્ત રહેશે. જે નીચે મુજબ છે: –

આ પણ વાંચો…School start in gujarat: રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય- રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આ તારીખથી શરૂ થશે, વાંચો શું છે ગાઇડલાઇન

●  Mumbai division trains Cancel: તારીખ 23 જુલાઈ 2021 ના ​​રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.

●  તારીખ 24 જુલાઈ 2021 ના ​​રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 01087 વેરાવળ-પુણે સ્પેશિયલ ટ્રેન પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.

●  તારીખ 22 જુલાઈ 2021 ના ​​રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 06507 જોધપુર-કે.એસ.આર. બેંગલુરુ સ્પેશિયલ ટ્રેન સુરત-જલગાંવ-મનમાડ-દૌંડ કોડ લાઇન-પુણે થઈને ચાલશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.