Vaccination

Good news for businessman: ૨૫મી જુલાઇ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓ ના કર્મચારીઓ ને ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

Good news for businessman: કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર નું ખાસ આયોજન

  • Good news for businessman: રાજયમા આગામી તા.૨૫મી જુલાઇ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓ ના કર્મચારીઓ ને ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

ગાંધીનગર, ૨૨ જુલાઈ: Good news for businessman: કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે.રાજયમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓ ને આ રસીકરણ છત્ર માં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજય ભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…Mumbai division trains Cancel: મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ સ્લાઈડ થવાને કારણે ટ્રેન રદ રહેશે.

કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજન ને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન માં આખરી ઓપ આપવામાં આવ્યો છે

રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર તા.૨૫ રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

રવિવાર તા.25 જૂલાઈ એ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પ નો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો,સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.