Rajkot Station Mahotsav

Some trains of Rajkot division affected: રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનો પ્રભાવિત

Some trains of Rajkot division affected: ગેરતપુર-વડોદરા સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનો પ્રભાવિત

google news png

રાજકોટ, 06 મે: Some trains of Rajkot division affected: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન:

ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ૦૭, ૧૧, ૧૪, ૧૮, ૨૧ અને ૨૮ મે અને ૦૪ અને ૦૮ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

માર્ગ માં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેન:

ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ૦૭, ૧૪, ૨૧ અને ૨૮ મે અને ૦૪ જૂન, ૨૦૨૫ ના રોજ માર્ગમાં ૫૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો