passenger train

Train news Update: અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી અને ઓખા-મદુરૈ અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

અમદાવાદ, 31 જાન્યુઆરી: Train news Update: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી અઠવાડિક સ્પેશિયલ અને ઓખા-મદુરૈ અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :

ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ

  1. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી અઠવાડિક સ્પેશિયલ, જેને 25 જાન્યુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 29 ફેબ્રુઆરી 2024 સુધી કરી દેવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09420 તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને 28 જાન્યુઆરી 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 માર્ચ 2024 સુધી કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરૈ-ઓખા અઠવાડિક સ્પેશિયલ

  1. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરૈ સ્પેશિયલ, જેને અગાઉ 29 જાન્યુઆરી 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે વધારીને 26 ફેબ્રુઆરી, 2024 સુધી કરી દેવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09519 મદુરૈ-ઓખા સ્પેશિયલ, જેને અગાઉ 02 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે વધારીને 01 માર્ચ, 2024 સુધી કરી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09419 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ તાત્કાલિક પ્રભાવથી અને ટ્રેન નંબર 09520 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 01.02.2024 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાની સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને નિરીક્ષણ કરી શકશે.

Jacqueline Money laundering case: જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓમાં થયો વધારો, મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી પર લાગ્યા નવા આરોપો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો