Bhuj-Sabarmati train schedule: ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

અમદાવાદ, 31 જાન્યુઆરી: Bhuj-Sabarmati train schedule: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો આ રીતે છે :-

Bank Holidays in February: ફેબ્રુઆરીમાં 11 દિવસ બેંકો રહેશે બંધ, અહીં જુઓ રજાઓની સંપૂર્ણ લિસ્ટ…

  1. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને અગાઉ 01 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામા આવી હતી, તેને હવે 13 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને અગાઉ 01 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામા આવી હતી, તેને હવે 13 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા અઠવાડિક સ્પેશિયલ અગાઉ 03 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામા આવી હતી, તેને 24 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.
  4. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને અગાઉ 04 ફેબ્રુઆરી, 2024 સુધી અધિસૂચિત કરવામા આવી હતી, તેને હવે 25 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

ટ્રેન નંબર 09456, 09455, 09435 અને 09436 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ ઉપર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના વિશે વિગતવાર જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને નિરીક્ષણ કરી શકશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો