Trains Cancelled News: રિમોડલિંગના કામને કારણે આ વિશેષ ટ્રેનો રદ્દ રહેશે, વાંચો વિગતે…

Trains Cancelled News: પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ Trains Cancelled News: પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડેલિંગ હેતુ નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

  1. 27, 29, 31 ડિસેમ્બર 2023 અને 03 અને 05 જાન્યુઆરી 2024ના રોજ ઉપડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી રદ રહેશે.
  2. 30 ડિસેમ્બર 2023 અને 01,03,06 અને 08 જાન્યુઆરી 2024ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  3. 29 ડિસેમ્બર 2023 અને 05 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેન રદ રહેશે.
  4. 01 અને 8 જાન્યુઆરી 2024ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Jamnagar Tirunelveli Express Canceled: જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ રદ રહેશે, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો