vdr award

WR Man of the Month Award: વડોદરા વિભાગના ત્રણ સલામતી રક્ષકોને જનરલ મેનેજર એવોર્ડ મળ્યો

WR Man of the Month Award: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ત્રણ રેલવેમેનને સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા “મેન ઓફ ધ મન્થ” એવોર્ડ એનાયત કરાયો હતો.

વડોદરા, ૦૯ સપ્ટેમ્બર: વરિષ્ઠ વિભાગીય સુરક્ષા અધિકારી અરુણ ભારદ્વાજે જણાવ્યું હતું કે (WR Man of the Month Award) ડિવિઝનમાં ફરજ પર હોય ત્યારે સતર્કતા, તકેદારી અને જાગૃતિ સાથે કામ કરીને રેલવે અકસ્માતો ટાળી શકાય છે. આવા નોંધપાત્ર કામ કરનાર ત્રણ રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવે સ્તરે આ મહિનાના મેન ઓફ ધ મોન્થ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…Ganesh Chaturthi Muhurat 2021: ગણેશ ચતુર્થી નિમિત્તે જ્યોતિષ મૌલી રાવલ પાસેથી જાણીએ ગણપતિ દાદાની સ્થાપ્ન કરવાનું શુભ મૂહુર્ત..

WR Man of the Month "Award

તેમની વચ્ચે બ્રિજેશ ચંદ્ર લોકો પાયલટ, સુધા ભલ્લા સ્ટેશન અધિક્ષક અને વિપિન પાલ લોકો પાયલટ ગુડ્સ છે, જેમણે તેમના કામ દરમિયાન સતર્કતા, સજાગતા અને જાગૃતિ સાથે સંભવિત રેલ દુર્ઘટના ટાળી શકાય છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કર્મચારીઓને પુરસ્કાર આપ્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા. ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ તેમને પ્રમાણપત્રો અને સેફ્ટી મેડલથી સન્માનિત કર્યા.

Railways banner