Banner Ronak joshi

Feelings Love: બંધ આંખે પણ પ્રકાશનો અહેસાસ તો થશે તને

Feelings Love: તે હા કહી તો લે બધીજ સજા માફ તને,
ઉભો છે શું હજુ દિવા પાછળ અજવાળે લાવ તને.

બંધ આંખે પણ પ્રકાશનો અહેસાસ તો થશે તને,
એકવાર દિલના દરિયામાં તું ડૂબાડ તને.

સાવ કાંઈ એવુ નથી કે તું જ દુઃખી છે,
મૌન થઈ ઉભેલા વૃક્ષ નજીક ઉભો રાખ તને.

છેતરતો સમય છે કે વિચાર છે કોઈનો?
સફરના સંજોગ સાથે રાખ સજાગ તને.

ભાંગી પડજે ક્યારેક કોણ ભાગે તે જોવા માટે,
જરૂર પડે આવળ ને બાવળની જેમ ઉગાડ તને.

whatsapp banner

આ પણ વાંચો:- Akshay Tritiya: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું જોઈએ કે ચાંદી? જાણો વઘુ શુભકારી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો