Heat Temperature Increased: શિયાળાની વિદાય પહેલા આકરી ગરમીનો અનુભવ, 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો

Heat Temperature Increased: ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનાથી જ જાણે ઉનાળાની શરુઆત થઇ ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે, અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયુ

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ Heat Temperature Increased: ગુજરાતમાં ફેબ્રુઆરી મહીનાથી જ જાણે ઉનાળાની શરુઆત થઇ ગઇ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. પાંચ દિવસમાં અમદાવાદનું તાપમાન પાંચ ડિગ્રી જેટલુ વધી ગયુ છે. વડોદરામાં તાપમાન 36.2 ડિગ્રી, તો સુરતમાં 36.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચોઃ Crime news: સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી

બીજી તરફ રાજકોટમાં 35.5 ડિગ્રી અને અમરેલીમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બપોરે આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. બે દિવસ બાદ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી કરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો