couple relationship

Changing relationships: સમયની સાથે બદલાતા સંબંધોની પરિભાષા; સંબંધો હવે સોદો બની ગયા!

“ભલામણ !”(Changing relationships)

Changing relationships: Nilesh Dholakia

Changing relationships: સંબંધો પહેલા પણ હતા. હવે સોદા છે, સંબંધો નથી. આ તે છે જ્યાં બધું ખોટું થઈ રહ્યું છે. હવે કોઈ પણ માતા-પિતા પાસે એટલી હિંમત નથી રહી કે તેઓ પોતાના બાળકોના સંબંધો તેમની ઈચ્છા મુજબ મેનેજ કરી શકે. પહેલા પરિવારનું ધ્યાન રાખતા. સામાજિક ધોરણો અને મૂલ્યો જોવા માટે વપરાય છે અને હવે શરીરની સુંદરતા, મનની નહીં, નોકરી, સંપત્તિ, કાર, બંગલા. કોઈને સાઈકલ અને સ્કૂટર સાથેનો રાજકુમાર જોઈતો નથી. છોકરાઓના પરિવારો મોટા ઘરની છોકરી ઈચ્છે છે જેથી તેઓને પૂરતું દહેજ મળે અને છોકરીઓના પરિવારોને સમૃદ્ધ છોકરો જોઈએ છે જેથી તેમની પુત્રીને નોકરી ન કરવી પડે. તમે નોકર છો. પરિવાર નાનો હોવો જોઈએ જેથી કોઈને કામ ન કરવું પડે અને નાનું રહેવાના ચક્કરમાં પરિવાર પણ નાનો થઈ ગયો. પહેલા સંબંધોમાં લોકો કહેતા કે મારી દીકરી ઘરના બધા કામો જાણે છે અને હવે અમે ગર્વ અનુભવીએ છીએ કે અમે ક્યારેય અમારી દીકરીને ઘરમાં કોઈ કામ કરાવ્યું નથી.

ઉપરોક્ત પેરેગ્રાફ આધાર બનાવીને આજનો જે લેખ છે તે મેં વાચેલી, લખેલી, ચર્ચેલી વાતોના પૃથ્થકરણ ખાતર વર્ણવવા પ્રયાસ કરવો છે. ઇન્ટેલિજન્સ અને ઇમ્પલ્સ વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જે તમારા કંટ્રોલમાં છે એ તમારી ઇન્ટેલિજન્સ છે અને જે તમારા કંટ્રોલમાં નથી એ તમારા ઇમ્પલ્સ છે. ઇન્ટેલિજન્સ તમારા વિચારોને અવકાશ આપે છે, વિચારવાની તમારી ક્ષમતાને વધુ પાવરફુલ બનાવે છે અને ઇમ્પલ્સ તમારા વિચારોને એક એર ટાઈટ ડબ્બામાં પેક કરી દે છે, વિચારવાની તમારી ક્ષમતાને બનાવી શકે એટલી નબળી બનાવી દે છે.

ધારો કે હું તમને એવો સવાલ પૂછું કે તમે ઇન્ટેલિજન્ટ છો કે ઇમ્પલ્સિવ ? તો તમે શું જવાબ આપો ? નેવુંથી પંચાણુ ટકા લોકો કદાચ એવો જ જવાબ આપશે કે ‘અમે તો ઇન્ટેલિજન્ટ છીએ !’ વાસ્તવિકતા એ છે કે ઇન્ટેલિજન્ટ માણસો ક્યારેય પણ પોતે ઇમ્પલ્સિવ હોવાનો સ્વીકાર કરતા નથી, કરી શકતા નથી. એ લોકો એવું જ માનતા રહે છે કે એમણે લીધેલો નિર્ણય, એમણે આપેલું રિએક્શન, એમણે પાડેલી ચીસો, એમનું રુદન, એમનો ગુસ્સો, એમનું ચીડિયાપણું વગેરે વગેરે તેમની બુદ્ધિની જ દેન છે ! આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ જીવનમાં ક્યારેક-ક્યાંક-કોઈક વખત-કોઇક રીતે આપણે ઇમ્પલ્સિવ રીતે વર્તી બેસીએ છીએ. આપણાં ઇમ્પલ્સ બહુ તાકાતવર હોય છે. એ સૌથી પહેલા આપણને વશમાં કરી લે છે અને પછી પરિશ્રમથી, શિદ્દતથી આપણે જ ઊભા કરેલા આપણાં જ પાનાનાં મહેલ પર આપણી પાસે જ ફૂંક મરાવે છે.

Heat Temperature Increased: શિયાળાની વિદાય પહેલા આકરી ગરમીનો અનુભવ, 9 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો

‘આંધળાનાં છોકરાં આંધળા જ હોય’ એવું કહેનારી દ્રૌપદી ઇમ્પલ્સિવ હતી. ‘હું ધર્મ જાણું છું પણ એનું આચરણ કરી શકતો નથી, હું અધર્મ જાણું છું પણ એને છોડી શકતો નથી’ એવું કહેનાર દુર્યોધન પણ ઇમ્પલ્સિવ હતો. જ્યારે તમારું દિમાગ તમારા કંટ્રોલની બહાર જતું રહે છે ત્યારે તમે ઇમ્પલ્સિવ થઈ જતા હો છો. એક સિચ્યુએશન કલ્પી જુઓ. તમારા પતિ બહારગામ ગયા છે અને અડધી રાત્રે વોટ્સએપ પર ઓનલાઇન છે. તમારા મનમાં એકસાથે અનેક વિચારો આવી જાય છે. તમે શું કરો ? તમારા પતિ ઘરે આવે એની રાહ જુઓ ? એ ઘરે આવે પછી ચા પીતા-પીતા શાંતિથી એમને પૂછવાનું નક્કી કરો ? કે અડધી રાત્રે અથવા તો સવાર સુધી માંડ-માંડ ધીરજ રાખી એમને ફોન કરી પૂછી લો… જો તમે પતિ સાથે ચા પીતા-પીતા શાંતિથી પૂછવા જેટલી રાહ જોઇ શકો તો તમે ઇન્ટેલિજન્ટ છો અને જો તમે અડધી રાત્રે કે સવાર પડે તરત જ પતિને પૂછી લો તો તમે ઇમ્પલ્સિવ છો.

આજની અમુક દીકરાઓ તેમજ દીકરીઓ બાબતે લાલબત્તી : સબંધોનું બજાર કારની જેમ શણગારેલું છે. કદાચ બીજી કોઈ નવી કાર લોન્ચ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉંમર વધી રહી છે. અંતે તે સો ચાબુક અને સો ડુંગળી ખાવા જેવું છે. એક વિચિત્ર ડ્રામા થઈ રહ્યો છે. સારાની શોધમાં દરેક વ્યક્તિ આધેડ બની રહ્યો છે. હવે તેમને કોણ સમજાવશે કે એક ઉંમરે ચહેરા પરની ચમક આધેડ વયે પહોંચે ત્યારે રહેતી નથી, પછી ભલેને બ્યુટી પાર્લરમાં જઈને ખૂબ કલર કરાવવામાં આવે. બીજી એક વાત ચેપની જેમ ફેલાઈ રહી છે. નોકરી વાળા છોકરાને નોકરી વાળી છોકરીની જ જરૂર હોય છે.

ઇમ્પલ્સ મોટાભાગે ભૂતાવળોમાંથી જ જન્મતા હોય છે. તમારી અંદર રહેલી ઇનસિક્યોરિટી, ઇર્ષ્યા, વનઅપમેનશિપ ઇમ્પલ્સનું મૂળ છે. અંદર સળગતો રહેલો અસલામતીનો જ્વાળામુખી ઇમ્પલ્સની આગ ઓકતો રહે છે અને એ આગમાં જાણ્યે-અજાણ્યે તમે ક્યારેક સપના, ક્યારેક ઈચ્છા, ક્યારેક સંબંધ તો ક્યારેક કરિયરને હોમી દો છો. તમારો ગુસ્સો પણ એક પ્રકારનાં ઇમ્પલ્સ જ છે. તમને ગુસ્સો આવી જાય છે કારણ કે તમારી અંદર સતત કંઈક એવું ખદબદતું રહે છે જેને તમે ખાલી નથી કર્યું, વ્યક્ત નથી કર્યું. ગુસ્સો હંમેશા વિચારીને, પ્લાનિંગ સાથે કરવામાં આવે તો ધાર્યું રિઝલ્ટ આપે છે પણ જો ઇમ્પલ્સિવલી તમે ગુસ્સે થઇ જાઓ છો તો તમારો ગુસ્સો ઘણું બધું ખેદાનમેદાન કરી શકે છે.

યુવાધન ખાસ વિચારે એવી વિનંતી છે કે, જો તમે આજે કોલેજમાં જુનિયર છો, તો કાલે તમે સિનિયર બની જશો. આજે તમારા સાસરે વહુ હશે તો કાલે તમે સાસુ બનશો. સમયસર લગ્ન કરો. તમારા સ્વભાવમાં સહનશીલતા લાવો. પરિવારના તમામ વડીલોનું સન્માન કરો. વ્યાજ સાથે પરત કરવામાં આવશે. આત્મઘાતી ન બનો. જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. વિચારો, સમજો અને પછી નિર્ણય લો. વડીલોની સમાન સલાહ લો. લોકોમાં વિશ્વાસ રાખો. આપણે ક્યાંથી આવ્યા છીએ તે ધ્યાનમાં લઇએ. સૌથી મહત્વની વસ્તુ પરસ્પર સમજણ અને પ્રેમ છે, પરંતુ આજકાલ માણસને મોટું ઘર અને મોટી કાર જોઈએ છે, ભલેને રખાત અથવા નોકરાણી તરીકે રહેવું પડે.

માણસ જેટલો વધારે ઇન્ટેલિજન્ટ હોય એટલો વધારે ઇમ્પલ્સિવ હોય. ઇન્ટેલિજન્ટ માણસો વધારે અસલામત હોય છે કારણ કે એમની બુદ્ધિ સવાલો કરતી રહે છે. એમની બુદ્ધિ નષ્ટ થઇ રહેલા-નાબૂદ થઇ રહેલા સંબંધો, જોખમમાં આવી રહેલી નોકરીની બાતમી પહોંચાડતી રહે છે અને હાથથી છૂટી રહ્યું હોય એને વધારે જોરથી પકડવાના પ્રયાસો તમને ઇમ્પલ્સ તરફ ખેંચી જતા હોય છે. ઈમ્પલ્ઝ એક પ્રકારનું સાઇકોલોજિકલ બિહેવિયર છે. દરેક વ્યક્તિ પોતાની સાયકોલોજી પ્રમાણે ઇમ્પલ્સિવ થતી રહે છે. નાનપણમાં ઘટેલી એકાદી ઘટના પણ ઇમ્પલ્સનું કારણ બને છે. ધારો કે કોઈ છોકરીને સ્કૂલમાં એના હમઉમ્ર દોસ્તોએ કાળી…કાળી કહીને ચીડવ્યા કરી હોય તો ખૂબસૂરતી પ્રત્યે એ છોકરીનું બિહેવિયર ઇમ્પલ્સિવ થઇ શકે છે. તમે જેને બહુ પ્રેમ કરતા હો એ વ્યક્તિ માટે તમે સૌથી વધારે ઇમ્પલ્સિવ હો. એ વ્યક્તિને ગુમાવી દેવાનો ડર, એ વ્યક્તિને પોતાની પાસે જ-પોતાની સાથે રાખવાની જીદ તમને ઇમ્પલ્સિવ બનાવતી રહે છે અને ક્યારેક તમારા ઇમ્પલ્સ એ વ્યક્તિને તમારાથી દૂર લઇ જાય એવું પણ બની શકે.

ઇમ્પલ્સ મોટાભાગે ગાંડા બાવળ જેવા હોય છે. જ્યાં સુધી તમે એને મૂળમાંથી કાઢતા નથી ત્યાં સુધી એ ગમે એમ-ગમે ત્યારે વધતા રહે છે. કેટલાક લોકો ક્યારેક અકરાંતિયાની જેમ ખાઈ લેતા હોય છે. આ પણ એક પ્રકારનાં ઇમ્પલ્સ જ છે. કેટલાક લોકો પતિની-પ્રેમીની-પત્નીની કે પ્રેમિકાની વધારે પડતી કાળજી લેતા હોય છે આ પણ એક પ્રકારના ઇમ્પલ્સ જ છે. કેટલાક લોકો નાની-નાની વાતે ગુસ્સે થઇ જાય છે… આ પણ ઇમ્પલ્સ જ છે અને કેટલાક લોકો નાની નાની વાતોમાં રડી પડે છે જે પણ એક પ્રકારે ઇમ્પલ્સ જ છે. ગમતી વ્યક્તિ પર નાની નાની વાતે થતી શંકા અથવા તો ઓફિસમાં એમ્પ્લોયી પર મૂકી દીધેલો વધારે પડતો વિશ્વાસ પણ ઇમ્પલ્સ જ છે.

ઇમ્પલ્સને ઓળખો છો ખરા ? તમે ક્યારેય પણ તમારા ઇમ્પલ્સના મૂળ સુધી જવાની કોશિશ કરી છે ખરી ? એક વાત ખાસ ધ્યાન રાખજો તમારા ઇમ્પલ્સની દવા કરવી હોય તો તમારે તમારા ઇમ્પલ્સ પર ખૂબ કામ કરવું પડશે કારણ કે જ્યાં એનું ઉદ્ભવ સ્થાન હશે ત્યાં એનાં મૂળ નહીં જ હોય. તમારે એના મૂળ શોધવા પડશે અને તમારા ઇમ્પલ્સનો વધ કરવો પડશે. હવે નક્કી કરી લો તમે ઇન્ટેલિજન્ટ છો કે ઇમ્પલ્સિવ ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *