leopard

Leopard in Wawadi: અમરેલીના વાવડી ગામમાં દીપડાનો આતંક વધ્યો, મહિલા પર કર્યો જાનલેવા હુમલો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ Leopard in Wawadi: અમરેલીના વાવડી ગામમાં દીપડાનો આતંક વધી ગયો છે. દીપડાએ મહિલા પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પુત્રને બચાવવા જતા દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મહિલાને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો… SP MLA Manoj Pandey Resign: સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો; રાજ્યસભાની ચૂંટણી વચ્ચે મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

ગામમાં દીપડાનો આતંક દિન-પ્રતિદિન વધી ગયો છે. ગ્રામજનોમાં ભારે દહેશતમાં જોવા મળી રહ્યા છે. ગામમાં દીપડાના ભયનો ફફડાટ વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે દીપડાની જાણ ગ્રામજનોએ સત્વરે વન વિભાગને કરી હતી,આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને દીપડાને પકડવા માટે રણનીતિ પર કામ કરી રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો