Manoj Pandey

SP MLA Manoj Pandey Resign: સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો; રાજ્યસભાની ચૂંટણી વચ્ચે મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ SP MLA Manoj Pandey Resign: રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે.

આ પણ વાંચો.. Ambani Family Build New Temples in Jamnagar: દીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી જામનગરને મોટી ભેટ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના નેતા મનોજ પાંડેએ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો