PM Modi

National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવશે

  • પ્રધાનમંત્રી મોદી એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ.૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે

National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાજનોને શપથ લેવડાવશે

એકતાનગર, 30 ઓક્ટોમ્બરઃ National Unity Day: ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારે સરદાર પટેલ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવશે.

શપથઃ

राष्ट्रीय एकता दिवस शपथ मैं सत्यनिष्ठा से शपथ लेता हूँ कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करुंगा।

मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूँ जिसे सरदार वल्लभभाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने का भी सत्यनिष्ठा से संकल्प करता हूँ।

આ પણ વાંચો… PM Modi Ambaji Darshan: જગતજનની માં અંબાના દરબારે પહોંચ્યા પીએમ મોદી, કરી પૂજા-અર્ચના…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો