exam paper leaked

10th & 12th preliminary exam paper leaked: ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર થયુ લીક- વાંચો વિગત

10th & 12th preliminary exam paper leaked: આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ10th & 12th preliminary exam paper leaked: રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાનું પેપર લીક થયુ છે. જેમાં યુ ટ્યુબ પર પેપર લીક કરાયા છે.પેપર લેવાયાના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. તેમાં યુ ટ્યુબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનિત પ્રકાશનમાં આ પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાય છે. જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

1645160839 1185

હાલમાં યુટ્યુબરે ચેનલ ડીલીટ કરીને વીડિઓ પણ યુ ટ્યુબ પરથી ડીલીટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે.શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.જો નવનિત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો તે પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે. જેમાં ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે.

હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.યુટ્યુબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતા જણાવ્યું છે કે બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે.યૂ ટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે.

આ પણ વાંચોઃ school college offline: રાજ્યભરમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો લીધો નિર્ણય- વાંચો વિગત

આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે.

Gujarati banner 01