Banner Surendra Pandya 1

આજે અમ્રુતસિધ્ધી યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ

Banner Surendra Pandya 1

જ્યોતિષ ડેસ્ક,26 ડિસેમ્બરઃ આજના દિવસે સારા કામો કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે. આજના દિવસે પાર્ટનરશીપ શરૂ કરવામા આવે – જમીન ખરીદવામાં આવે – નવો ધંધો શરૂ કરવામાં આવે તો તેમા ચોક્કસપણે સફળતા મળે છે.

મેષ (અ-લ-ઈ) : તમને રાજદ્વારી થી થોડો ફાયદો થવાની આશા છે. તમે તમારી પ્રતિભાના બળે આગળ વધી શકો. પરિવાર પણ તમારા વિકાસમાં ફાળો કરાવી શકે.

વ્રષભ (બ-વ-ઉ) : કોઇપણ અજાણી વ્યક્તિ તમારા તરફથી આપેલી જાણકારીથી નુકસાન થવાની , અને દગો થવાની શક્યતા છે. વિદ્યાર્થી ગણ અભ્યાસ ઉપર ધ્યાન આપે. વડીલવર્ગને તબીયતનુ ધ્યાન રાખવું

મિથુન (ક-છ-ધ) : કોઇપણ વ્યવસાયિક રોકાણ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લેવી.જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી થાય. કુટુંબના સભ્યો સાથે મતભેદ થાય. જો કે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

whatsapp banner 1

કર્ક (ડ-હ) : સ્વભાવ ચીડિયો રહે, પરંતુ સમયસર તમારું કામ પૂરું થશે. બીજાની બેદરકારીને લીધે અમુક કામમાં મોડું થઇ શકે છે પરંતુ તેની નેગેટિવ અસર નહિ થાય. કામ સંબંધિત વાતોનું બીજા કોઈ સાથે ચર્ચા કરીને જ નિરાકરણ લાવવુ તથા કોઈ નો વિશ્વાસ કરવો નહી.

સિંહ (મ-ટ) : મોટી જવાબદારી ધરાવતાં અધિકારીઓ માટે સમય સારો રહેશે. ઉતાવળમાં કોઇપણ કામ કે વાતની પ્રતિક્રિયા આપશો નહીં. કોઈની ગેરન્ટી ન આપવી. ગણેશ મંદિરમાં દર્શન કરવાથી પુરા ન થતા કામોમાં વેગ આવે.

કન્યા (પ-ઠ-ણ) : કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે તેના અંગે કોઇ ખાસ પગલાં ભરશો નહીં. પ્રતિષ્ઠા પ્રભાવિત થવાની સંભાવના છે. છાતીમાંનો દુખાવો પરેશાન કરી શકે છે. બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવવાથી માનસિક શાંતિ મળશે.

તુલા (ર-ત) : માર્કેટિંગનું કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કામની ગતિ ધીમી કે સુસ્ત રહી શકે છે. ઉપરી અધિકારીઓ દ્વારા લાભ થઈ શકે. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.

વ્રશ્ચિક (ન-ય) : પાર્ટનરશીપ કરી રહ્યા છો તો આજે સાવધાન રહો. પરિવાર સાથે વધારે સમય પસાર કરવા મળી શકે છે. સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો. આર્થિક નુકસાની થઈ શકે છે.

ધન (ભ-ધ-ફ) : ધરમા પણ ઓફિસનું કામ કરવું પડી શકે છે. આ સમયે નિરાશા રહી શકે છે. પિતૃ દોષ ધરાવતાં અધિકારીઓને વધારે ખ્યાલ રાખવો. મિત્રો દ્વારા લાભ મળી શકે. મદદરૂપ પણ થઈ શકે.

મકર (ખ-જ) : પરિવારના કોઇ મોટી ઉંમરના વ્યક્તિ સાથે કોઇ પરેશાની રહેશે અથવા તબીયત ખરાબ રહે. . મહેનતની સરખામણીમાં સફળતા ઓછી મળવાથી નિરાશાનો ભાવ રહેશે. ગાયને ગોળ-રોટલી આપો.

whatsapp banner 1

કુંભ (ગ-શ-સ) :સચિવનું કામ કરી રહેલી મહિલાઓ માટે સમય લાભકારી રહેશે. છેલ્લાં કેટલાંક સમયથી અટવાયેલાં કામ અંગે સારા સમાચાર મળી શકે છે. ઉપરી અધિકારીઓ તરફથી લાભની આશા રહે. કુટુંબ નો વિકાસ માં સહકાર રહે.

મીન (દ-ચ-ઝ-થ) : ધરમાં સુંદર ચીજવસ્તુઓ ની ખરીદી થાય. સિધ્ધાંતો મા થોડી બાન્ધછોડ કરવી પડે. મગજ ઉપર કંન્ટ્રોલ રાખવો નહીતો મોટું નુકસાનકારક સાબીત થાય. મિત્રોની મદદ લેવી પડે.

હસ્તરેખા : જો તમારો વીલપાવર નબળો હોય તો ચોક્કસપણે તમારા હાથની પ્રથમ આન્ગળીનો પ્રથમ ભાગ બીજા અને ત્રીજા ભાગ કરતા નાનો હશે. આ શરીરની નબળાઈ છે અને તે દુર કરી શકાય છે .

કોઈ પ્રશ્નો હોય તો નીચેના નંબર પર પુછી શકો છો : ૯૪૨૯૮૯૩૨૫૯

loading…