Ambaji death2

અંબાજી નજીક સુરપગલા નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એક યુવકનુ મોત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી,12 સપ્ટેમ્બર:અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે અંબાજી પાસે સુરપગલા વિસ્તાર માં આવેલી નદી મા આબુરોડ ના બે યુવકો ન્હાવા પડ્યા હતા જ્યા ઉંડા પાણી નું અંદાજો ન રહેતા એક યુવક નુ નદી માં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ જ્યારે બીજો મીત્ર ડરીને ભાગી ગયો હતો આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તાર ની છે આબુરોડ ના હિના કોલોની મા રહેતા તન્મય મોહન ભાઈ ગૌતમ પોતાના મીત્ર સાથે ન્હાવા આવેલ જ્યા પોતે જાન ગુમાવી છે નદી મા થી યુવક ને બેહોશ હાલત માં બહાર કાઢવામાં આવ્યોડ્યા યુવક ને સરકારી હોસ્પિટલ ના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો

આ ઘટના ના પગલે છાપરી ચોકપોસ્ટ ના હે,કો રામઅવતાર મીણા તેમજ હેડ કોન્સ્ટેબલ દેવારામ મીણા અને તેમની ટીમ સુરપગલા નદી પર પહોંચી વદુ તપાસ હાથ ઘરી છે

loading…