student protest

ABVP protest: અમદાવાદમાં કે.કા શાસ્ત્રી કેમ્પસ ખાતે ABVPનું વિરોધ પ્રદર્શન

ABVP protest: કોલેજની ભૂલના કારણે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો આરોપ

  • સોફ્ટ સ્કીલ્સ અને ફાઉન્ડેશન વિષયમાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોબાળો

અમદાવાદ , ૨૬ ઓગસ્ટ: ABVP protest: અમદાવાદ શહેરમાં આવેલ કે.કા શાસ્ત્રી કેમ્પસ ખાતે સરકારી કોમર્સ કોલેજમાં બી.કોમ સેમ-1ના 100થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા ABVPએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. B.com સેમેસ્ટર 1ના ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં કે.કા શાસ્ત્રી કોમર્સ કોલેજના આશરે 100થી વધુ વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ્સ અને ફાઉન્ડેશન વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા.

જેના લીધે તેમના સમગ્ર સેમેસ્ટરનું પરિણામ યુનિવર્સિટી દ્વારા Fail જાહેર કરવામાં આવ્યું છે. કોલેજ પ્રશાસન દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પ્રક્રિયા હાથ ના ધરાતા (ABVP protest) ABVP દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓને સાથે લઈ હોબાળો કરવામાં આવ્યો હતો.

kk collage protest

કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ હાજર ન રહેતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આવેદન કેમ્પસના અન્ય પ્રિન્સિપાલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે કોલેજની ટેકનીકલ ભૂલનાં લીધે ફેઈલ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે.

Guj.Seeks Removal Of Stay On Sec-5: લવ જિહાદ સામેની કલમ-૫ પરનો સ્ટે હટાવવા સરકારની ગુજરાત હાઇકોર્ટમાં માગણી – વાંચો શું છે મામલો?

જેથી તેમનું sem :-2 નું પરિણામ PASSનું આવી શકે. કોલેજ દ્વારા જો માંગ સ્વીકારી યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે.

Whatsapp Join Banner Guj
student letter