Accident Mot no kuvo In LokMela

Accident Mot no kuvo In LokMela: રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં મોટી દુર્ઘટના ઘટી, વાંચો શું થયુ?

Accident Mot no kuvo In LokMela: ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી, કોઇને જાનહાનિ થઇ નથી

રાજકોટ, 22 ઓગષ્ટઃAccident Mot no kuvo In LokMela: હાલ સૌરાષ્ટ્રના મેળા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે તેવામાં ગઇ કાલે રવિવાર હોવાથી અહીં વધુ લોકો ઉમટ્યા હતા. આ લોકમેળામાં મોતના કૂવામાં મોટી દુર્ધટના બની છે. મોતના કુવામાં ચાલુ શો દરમિયાન કાર નીચે પડી હતી. સદ્દનસીબે કોઇ જાનહાનિ ન થઈ. કારનું ટાયર નીકળી જતા દુર્ઘટના બની હતી. જેના શોકિંગ સીસીટીવી પણ સામે આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. ચાલુ શો દરમિયાન ત્રણ વાહનો મોતના કુવામાં ગોળ ગોળ ફરી રહ્યા હતા. જેમાં એક કારનું ટાયર નીકળી ગયુ હતું. આ કારણે ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. ટાયર નીકળી જતા જ કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આ વર્ષના લોકમેળામાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. એક દિવસ પહેલા લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડની સેફ્ટી લોક ખુલી ગયુ હતું. જેને લીધે યુવકને ઇજાઓ પહોંચી હતી. તો તે પહેલા ગોંડલના લોકમેળામાં 2 વ્યક્તિઓનું વીજકરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો ચાલુ રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો. જે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat govt cash reward for army personnel: ગુજરાતના શહીદ જવાનોના હિતમાં મુખ્યમંત્રીએ કર્યો મોટો નિર્ણય, હવે મળશે આ લાભ

આ પણ વાંચોઃ Gujarat government made big changes: વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મળ્યું મોટું પદ, વિધાન સભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે કર્યા મોટા ફેરફાર

Gujarati banner 01