CM bhupendra Patel speech

Gujarat govt cash reward for army personnel: ગુજરાતના શહીદ જવાનોના હિતમાં મુખ્યમંત્રીએ કર્યો મોટો નિર્ણય, હવે મળશે આ લાભ

Gujarat govt cash reward for army personnel: રાજ્યના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો

ગાંધીનગર, 22 ઓગષ્ટઃGujarat govt cash reward for army personnel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે.


જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો આ સાથે સામેલ છે

આ પણ વાંચોઃ Gujarat government made big changes: વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મળ્યું મોટું પદ, વિધાન સભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારે કર્યા મોટા ફેરફાર

83e499fe 3736 42c3 a2f0 d45fa7c230da
469fdbca 4a7d 4695 bfd9 09007df8d1f4

આ પણ વાંચોઃ Lord shiva 8 swarup: દુનિયાના પહેલા ગુરુ દેવોના દેવ મહાદેવ છે, વાંચો જગતગુરુ શિવજીના સ્વરૂપો વિશે

Gujarati banner 01