Heavy rain forecast in gujarat

Heavy rain forecast in Gujarat: ગુજરાતવાસી ફરી વરસાદ માટે થઇ જાવ તૈયાર, 2 દિવસ ભારે વરસાદની આગાહી

Heavy rain forecast in Gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

અમદાવાદ, 22 ઓગષ્ટઃHeavy rain forecast in Gujarat: ગુજરાતમાં આગામી બે દિવસ મહત્વના બની શકે છે. ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ આગામી બે દિવસ દરમિયાન બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની આગાહી માટે લોકોએ ફરીથી વરસાદના આક્રમક સ્પેલ માટે તૈયાર રહેવું પડશે. સોમવારે 5 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મંગળવારે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે. પાટણમાં વરસાદને લઈને કોઈ ચોક્કસ ચેતવણી નથી. પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આવતીકાલે હવામાન વિભાગની આ આગાહી છે.

આ પણ વાંચોઃ Accident Mot no kuvo In LokMela: રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં મોટી દુર્ઘટના ઘટી, વાંચો શું થયુ?

મંગળવાર ગુજરાત માટે મહત્વનો દિવસ છે. કારણ કે 23 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ પણ જોઈ શકાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવાર અને બુધવારે દરિયાકાંઠે 65 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat govt cash reward for army personnel: ગુજરાતના શહીદ જવાનોના હિતમાં મુખ્યમંત્રીએ કર્યો મોટો નિર્ણય, હવે મળશે આ લાભ

Gujarati banner 01