Fansi

Accused of rape and murder sentenced to death: ડીસામાં કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગળું કાપી નાખનાર નરાધમને ફાંસીની સજા

Accused of rape and murder sentenced to death: ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે

ડીસા, 27 એપ્રિલઃAccused of rape and murder sentenced to death: ડીસામાં દોઢ વર્ષ અગાઉ શખસે 11 વર્ષીય મૂકબધિર કિશોરીનું અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઇ જઇને દુષ્કર્ણ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી સામે પોક્સો 376, 302 મુજબ ગુનો નોંધાયો હતો. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપી છે.

સીસીટીવીમાં શખસ જોવા મળ્યો હતો

ડીસામાં 11 વર્ષીય મૂકબધિર કિશોરીનું શખસે 16-10-2020ના રોજ અપહરણ કર્યું હતું. તેનું અપહરણ થયા બાદ પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતાં એક શખસ કિશોરીને લઇ જતો જોવા મળ્યો હતો.

નીતિન માળીની ધરપકડ બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં 58 સાક્ષી જુબાની અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર બધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.

આ પણ વાંચોઃ TMKOC Makers made a mistake: લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા..’ના મેકર્સે કરી મોટી ભૂલ, વિવાદ વધતા માફી માગી- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Yogi’s command regarding loudspeaker: મંદિર-મસ્જિદના મોટા લાઉડ સ્પીકર ઉતારી લેવાનો યોગી આદિત્યનાથનો આદેશ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01