CM Bhupendra Patel speech

CM’s decision: ગુજરાત સરકારે લીધા મહત્વના નિર્ણયો, CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- કચ્છ ખાતે 275 એમએલડી પાણી છોડવામાં આવશે

CM’s decision: ગામડાઓમાં વાસમો સહિત અન્ય પાણી એજન્સીને પાણી પહોંચાડવામાં તકલીફ છે તે મામલે યોગ્ય ઉકેલ લાવવા મુખ્યપ્રધાને અધિકારીને સૂચના આપી છે

ગાંધીનગર, 27 એપ્રિલઃ CM’s decision: ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે ઉનાળામાં પાણીના મામલે ચર્ચા થઈ હતી તેમજ પશુઓના ઘાસચારા મામલે વ્યવસ્થાપન કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેઓએ કચ્છના લખપત અને ભુજમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. કચ્છ ખાતે 275 એમએલડી પાણી છોડવામાં આવશે.

કચ્છ જિલ્લા ખાતે પીવના પાણી અને સિંચાઈ માટે ટપર ડેમ નર્મદાના પાણીથી ભરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં દાંતિવાડા ડે, શિપુ જળાશય નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કરાયો છે. ગામડાઓમાં વાસમો સહિત અન્ય પાણી એજન્સીને પાણી પહોંચાડવામાં તકલીફ છે તે મામલે યોગ્ય ઉકેલ લાવવા મુખ્યપ્રધાને અધિકારીને સૂચના આપી છે

આ પણ વાંચોઃ Accused of rape and murder sentenced to death: ડીસામાં કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગળું કાપી નાખનાર નરાધમને ફાંસીની સજા

રાજ્ય સરકાર ચોમાસા પહેલા જળસ્ત્રોતને લઈને પણ ચિંતિત બની છે. સુજલામ સુફલામ યોજના હેઠળ 18700 જેટલા કામો નક્કી કર્યા છે 2645 કામો શરૂ થયા. છે તેમજે 31 મેં સુધીમાં તળાવો ઉંડા કરવા, કુવાઓ ગાળવાની કામગીરી શરૂ થશે તેમ તેમ પણ કેબિનેટમાં સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં મબલક પ્રમાણમાં ડુંગળી પાકે છે ત્યારે ડુંગળીના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે મુખ્યપ્રધાને મહત્વનો નિર્ણય કર્યો છે. પહેલી એપ્રિલથી કિલો દીઠ ડુંગળીના બે રૂપિયા વધુ આપવાનું આયોજન કર્યું છે.

આ પણ વાંચોઃ TMKOC Makers made a mistake: લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા..’ના મેકર્સે કરી મોટી ભૂલ, વિવાદ વધતા માફી માગી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01