18d2072f 85e8 4b79 9a72 b7d26aa45269

AGAS: આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘના ઉપક્રમે શ્રીઅંબાજી આર્ટ્સ કોલેજમાં વિદ્યા વિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ

AGAS: વ્યાખ્યાન માળામાં શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ ઉપરાંત પાલનપુરની બે કોલેજના વિદ્યાર્થીઓ એ ઉમરકાભેર ભાગ લઈને વ્યાખ્યાન શ્રવણ નો લાભ લીધો

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 30 ઓગષ્ટઃAGAS: આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘના (AGAS)ઉપક્રમે શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ કુંભારિયા અંબાજીમાં તા:૨૭/૦૮/૨૦૨૨ના રોજ વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન માળા યોજાઇ હતી.

બીએ સેમેસ્ટર ૩ અને ૫ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલી ઉક્ત વ્યાખ્યાનમાળામાં પિલવાઈ કોલેજના અધ્યાપક ડૉ.યશોધર રાવલે ‘કાન્તની કવિતા’ વિશે રસપદ વ્યાખ્યાન આપીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તો વડાલી કોલેજના અધ્યાપક ડૉ. પ્રભુદાસ પટેલે ‘કલા અને તેના પ્રકારો’ વિશે સુંદર સમજ આપી હતી.

AGAS

શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ ગોહિલે બંને વક્તાઓનો સુંદર પરિચય આપીને ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. પ્રા. સવિતાબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભાર વિધિ કરી હતી. વ્યાખ્યાન માળામાં શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ ઉપરાંત પાલનપુરની બે કોલેજના વિદ્યાર્થીઓ એ ઉમરકાભેર ભાગ લઈને વ્યાખ્યાન શ્રવણ નો લાભ લીધો હતો.

આ પણ વાંચોઃ Strike of health workers is over: પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ, મોટાભાગની માંગણી સ્વીકારી લેવાઇ

આ પણ વાંચોઃ Guaranteed Registration Campaign: હવે અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે

Gujarati banner 01