chudadi wali mata

Ambaji Chundiwala Mataji: અંબાજીના ચુંદડીવાળા માતાજીના 93માં જન્મદિવસ પ્રસંગે જગન્નાથ મંદિર નાં મહંતે તેમની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી..!

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૬ ઓગસ્ટ:
Ambaji Chundiwala Mataji: અંબાજી નાં ગબ્બર વિસ્તારમાં છેલ્લા 93 વર્ષ થી ચુંદડીવાળા માતાજી (ઉર્ફે પ્રહલાદ જાની) નાં હુલામણા નામ થી ઓળખાતા આશ્રમ જ્યાં અન્નજળ અને કુદરતી હાજત વગર જીવતા ચુંદડીવાળા માતાજી નો 92 વર્ષ ની ઉમરે બ્રહ્મલીન થયાં હતા. જોકે સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભર માં આ એક એવા જાણીતા સંત હતા કે જે 82 વર્ષ થી અન્નજળ વગર અને કુદરતી હાજર કર્યા વગર જીવીત હતા. જેમનાં દર્શન ને આશીર્વાદ થી અનેક લોકો નાં દુખ દુર થતાં હતા.

Stambheshwar mahadev: દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ શિવ મંદિર, જાણો ગુજરાતમાં આવેલા આ મંદિર વિશે

Ambaji Chundiwala Mataji: તેમનું અવસાન થયાં બાદ તેમના ભક્તો માં ભારે નિરાશા જોવા મળતી હતી. જેને લઇ આજે તેમના 93 માં જન્મદિવસ પ્રસંગે ચુંદડીવાળા માતાજી ની પ્રતિમા તેમની જ સમાધી ઉપર બેસાડી અમદાવાદ જગન્નાથ મંદિર નાં મહંત દિલિપદાશજી મહારાજનાં સાનિધ્ય માં પુજાપાઠ કરી ચુંદડીવાળા માતાજીની મુર્તી ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

Ambaji Chundiwala Mataji samadhi sthal

દિલિપદાશજી મહારાજે જણાવ્યુ હતુ કે ચુંદડીવાળા માતાજી (Ambaji Chundiwala Mataji) એક અલૌકીક સંત હતા. ને તેમને અનેક લોકો નાં દુખ દર્દ દુર કર્યા છે. ને જ્યારે તેઓ બ્રહ્મલીન થયાં છે ત્યારે ભક્તો ને તેમના આશીર્વાદ મુર્તી સ્વરૂપે સદાય મળતાં રહે ને ભક્તો ને પણ ચુંદડીવાળા માતાજી ની પ્રતિમા નાં દર્શન કરી સંતોષ ની લાંગણી વ્યક્ત થાય તેવાં શુભ આશ્રય થી પ્રતિમા ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj