Amit chavada

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસની માંગ,કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit chavada)એ લખ્યો ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર- વાંચો સંપૂર્ણ માહિતી

Amit chavada


અમદાવાદ, 09 એપ્રિલ: રાજ્યમાં કોરોના સંક્રમણનો ભરડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આગામી ૧૮ એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી રદ્દ કરવા માટે કોંગ્રેસ ફરી એક વખત માંગ કરી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit chavada)એ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને કોરોનાથી ઉદભવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવા માંગ કરી છે.

Whatsapp Join Banner Guj

ગુરુવારે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit chavada)એ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ચુંટણી મુલતવી રાખવા માંગ કરી છે.પત્રમાં અમિત ચાવડાએ કહ્યું છે કે હાલ રાજ્યમાં કોરોનાના કારણે સ્થિત ગંભીર બની રહી છે.અમે ચૂંટણી મુલતવી રાખવા માટે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને અનુરોધ પણ કર્યો છે પરંતુ હજુ સુધી કોઈ પ્રતિસાદ અમને મળ્યો નથી. અમને લાગે છે કે રાજકીય ગુરુઓના નિર્દેશના પગલે પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે તમને પત્ર લખીને જનહિતમાં આ મામલે તમે હસ્તક્ષેપ કરીને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા રાજ્ય સરકારને નિર્દેશ આપો તેવી અરજ છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, આ દેશે ભારતથી આવતા તમામ મુસાફરો(travellers) માટે પ્રવેશ પર રોક લગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ