Approved this work under urban development plan

Approved this work under urban development plan: મુખ્યમંત્રીએ 4 નગરોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના કામોને મંજૂરી આપી

Approved this work under urban development plan: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા તેમને લીધેલા આ નિર્ણયથી જોવા મળી હતી

ગાંધીનગર, 19 મેઃ Approved this work under urban development plan: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં 4 નગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 45.09 કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 

આ યોજના અંતર્ગત માંગરોળ- વંથલી- ઓખા અને માણાવદર નગરોને લાભ મળશે. રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા તેમને લીધેલા આ નિર્ણયથી જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ સાથે 4 નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. 45.09 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Ashley Biden positive for Covid: અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, રાષ્ટ્રપતિ બિડેનની પુત્રી એશ્લે બિડેનને થઈ સંક્રમિત

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી 2051-52ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે. ઉનાળામાં આ સમસ્યા વિકરાળ બની છે ત્યારે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ PM Addressing a Yuva Shivir: પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચુંઅલ રહ્યા ઉપસ્થિત

Gujarati banner 01