eyes

BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે

ગાંધીનગર, 20 મેઃBIG NEWS: ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ હવે બ્લેક ફંગસનો પણ ખતરો વધ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

BIG NEWS

આ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે આ રોગના શંકાસ્પદ તેમજ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!