vijay Rupani CM Gujarat

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!

ગાંધીનગર, 20 મેઃ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew) યથાવત રહેશે. આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે ગયા છે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાના પીપાવાવમાં કહ્યુ કે, હવે 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો(night curfew) લાગૂ છે ત્યાં વેપારીઓ સવારે 9થી બપોરે ત્રણ કલાક સુધી દુકાનો ખોલી શકશે. હવે જીવન જરૂરીયાત સિવાય અન્ય વસ્તુઓની દુકાનો પણ ખોલી શકાશે. આ છૂટછાટ 27 મે સુધી અમલમાં રહેશે.

Whatsapp Join Banner Guj

night curfew: 27 મે સુધી ગુજરાતમાં આંશિક છૂટછાટ

શું ખુલ્લું રહેશે

  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂન
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઇલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ-પંચરની દુકાન

શું બંધ રહેશે

  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • અસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ

જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે….જો કે આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

ADVT Dental Titanium

નોંધનીય છે કે, ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિ(night curfew)ના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ છે. હવે અહીં વેપારીઓ મર્યાદિત સમય માટે પોતાની દુકાનો ખોલી શકશે.

આ પણ વાંચો….

હવે તો હદ થઇ: આ રાજ્યમાં કોરોનાના કહેર સામે રક્ષણ મેળવવા `કોરોના દેવી'(Corona devi)ની મંદિરમાં કરવામાં આવી સ્થાપ્ના,રોજ થાય છે પૂજા- જુઓ વીડિયો