Blankets distributed to Coolies RJT

Blankets distributed to Coolies: રાજકોટ રેલવે ડિવિજન ના 60 કુલીઓને ધાબળા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

Blankets distributed to Coolies: સ્વયંસેવી સંસ્થા દ્વારા રાજકોટ રેલવે ડિવિજન ના 60 કુલીઓને ધાબળા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ, ૧૭ જાન્યુઆરીઃ Blankets distributed to Coolies: માનવ સેવા એજ પ્રભુ સેવા. કડકડતા શિયાળામાં કુલીઓને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સ્વૈચ્છિક સંસ્થા અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા આજે રાજકોટ સ્ટેશન પર 34 સહિત રાજકોટ રેલવે ડિવિજન ના કુલ 60 કુલીઓને ધાબળા અને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, જામનગર અને દ્વારકા સ્ટેશન પર પણ કુલીઓને ધાબળા અને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ જ સ્વયંસેવી સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન પણ કુલીઓ અને સફાઈ કામદારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Rajkot, Blankets distributed to Coolies

રેલ્વે પ્રશાસને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા ઉપરોક્ત સેવા કાર્યો ની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો…Leader of the Opposition Sukhram Rathwa: વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા આજે માતાજી નાં દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા

Gujarati banner 01