Vande Bharat 600x337 1

Vande Bharat for Amdavad-Mumbai: અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત

Vande Bharat for Amdavad-Mumbai: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત

  • Vande Bharat for Amdavad-Mumbai: અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી

રિપોર્ટ: રામ મણિ પાન્ડેય
અમદાવાદ, 11 માર્ચ:
Vande Bharat for Amdavad-Mumbai: પશ્ચિમ રેલવે 13 માર્ચ, 2024 થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે પુરી તૈયાર છે. હાલમાં, પશ્ચિમ રેલવે પર 05 વંદે ભારત ટ્રેનો જેમ કે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ (સાબરમતી)-જોધપુર, અમદાવાદ-જામનગર, ઈન્દોર-ભોપાલ-નાગપુર અને ઉદયપુર-જયપુર (ચિત્તૌરગઢ ખાતે સ્ટોપ) દોડી રહી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12 માર્ચ, 2024ના રોજ સવારે 09:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવશે.

Vande Bharat for Amdavad-Mumbai: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 13 માર્ચ, 2024થી શરૂ થશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 06 દિવસ ચાલશે. ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી મંગળવાર સિવાય દરરોજ 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો