paresh

bollywood corona update: આમિર ખાન, સચીન તેંદુલકર બાદ આ અભિનેતા આવ્યા કોરોના પોઝિટિવ- થોડા સમય પહેલા જ લીધી હતી વેક્સિન

bollywood corona update

બોલિવુડ ડેસ્ક, 27 માર્ચઃ બોલિવૂડમાં પણ કોરોના વાયરસ(bollywood corona update)નો કહેર વર્તાઈ રહ્યો છે. આમિર ખાન અને કાર્તિક આર્યન બાદ તાજેતરમાં જ સચિન તેંદુલકર કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ પણ કોરોના પોઝિટીવ થયા હોવાનું સામે આવ્યુ છે.

પરેશ રાવલે શુક્રવારના રોજ જણાવ્યુ હતું કે, તે કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટ કરીને ખુદ સંક્રમિત થયા હોવાની વાત જણાવી હતી. તથા પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવાની અપીલ કરી હતી. પરેશ રાવલે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, દુભાગ્યપૂર્ણ રીતે હું કોરોના વાયરસની ચપેટમાં આવ્યો છું, છેલ્લા દશ દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાના ટેસ્ટ કરાવી લેવો.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, પરેશ રાવલના ફેન્સ અને બોલિવૂડના તેમના સાથી અનુપમ ખેર, અશોક પંડિત સહિત અન્ય લોકોએ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરી છે. આપને જણાવી દઈએ કે, 65 વર્ષિય એક્ટર પરેશ રાવલે બે અઠવાડીયા પહેલા જ એટલે કે, 9 માર્ચના રોજ કોરોના વૈક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વૈક્સિન લીધા બાદ એક તસ્વીર પણ શેર કરી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

આ છોકરાને ઓનલાઇન શોપિંગ(online shopping) પડી ભારે, ઓછી રકમ જોઇને મંગાવ્યો આઇફોન…પછી જે આવ્યું તે જોઇને હોશ ઉડી ગયા- જુઓ ફોટો