Celebrating 75th Independence Day: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને શ્રી સ્વામિનારાયણ પોલીટેકનીકના સંયુક્ત ઉપક્રમે “૭૫મા સ્વતંત્ર દિનની ઉજવણી”

Celebrating 75th Independence Day: કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ તેમજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે  સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 અમદાવાદ ,૧૭ ઓગસ્ટ: Celebrating 75th Independence Day: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને સ્વામિનારાયણ પોલિટેકનિક દ્વારા આઝદીનો અમ્રુત મહોત્સવ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એ. એન. મિસ્ત્રી, કે જે (ઓ.એસ.ડી.-એસ.પી.),માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત રાજ્ય અને એમ.પી.મહેતા, નાયબ શિક્ષણ નિયામક, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યની વિશેષ ઉપસ્થિત રહી. સાથે સંસ્થાના ચેરમેન રામકૃષ્ણ સ્વામીજી તથા સંસ્થના ટ્રસ્ટી શિવજીભાઇ પટેલ, સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વંડરા , સંસ્થાના પ્રિન્સીપલ ડૉ. હિતેષ વંડરા  તથા સંસ્થાના એકેડેમીક ડીરેક્ટર ભાવિક શાહ તથા બન્ને સંસ્થાના સ્ટફમિત્રો તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vitamin B12: વિટામિન B-12 ની ઉણપ થવા પર શરીરમાં દેખાય છે આવા લક્ષણો- વાંચો વિગત

આ (Celebrating 75th Independence Day) કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ તેમજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે  સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને સ્વામિનારાયણ પોલિટેકનિક દ્વારા આ વર્ષે જીટીયુ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી.

તેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેના દ્વારા સંસ્થા ગાંધીનગર તથા અમદાવાદમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી હતી. અને જે વિદ્યાર્થીઓ ખુબ સારા માર્ક્સ  ઉત્તિર્ણ થયા હતા તેઓનું ઉત્સાહભેર સ્વામી તથા અતિથી વિશેષ દ્વારા આશીર્વાદ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બંને સંસ્થાની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતુ.

Whatsapp Join Banner Guj