Ceremony was held to honor the doctor

Ceremony was held to honor the doctor: તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશમાં જેઇ રહેલા ભવિષ્યના ડોક્ટરોનો સન્માન સમારંભ યોજાયો

Ceremony was held to honor the doctor: MBBS માં ભણવા જઈ રહેલા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન ના વિદ્યાર્થીઓ ને ગુજરાત માં ભોમ ની સેવાકાજે વતન પરત ફરી લોકસેવા નો અનુરોધ કર્યો. અને વિવિધ ક્ષેત્ર માં માસ્ટર ડિગ્રી અને રિસર્ચ કરવા માટે પ્રેરિત કર્યા

અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ Ceremony was held to honor the doctor: તબીબી ક્ષેત્ર માં ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ માં જેઇ રહેલા ભવિષ્ય ના ડોક્ટરો નો સન્માન સમારંભ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન ઘ્વારા યોજવા માં આવ્યો જે કાર્યક્રમ ના મુખ્ય અતિથિ માનનીય અધ્યક્ષ, ડો. નિમાબેન આચાર્ય વ્યક્તિગત ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને તથા તેમના અભિભાવકો ને પ્રોત્સાહિત કર્યા.

માનનીય અધ્યક્ષએ પોતાના પ્રવચન દરમિયાન તબીબી ક્ષેત્ર માં કામ કરી રહેલા ડોક્ટરો ને ભગવાન સમાન ગણાવી તમામ કોરોના વોરિયર્સ ને કોરોના કાળ દરમિયાન ની તેમના અથાગ પ્રયત્નો ને બિરદાવ્યો હતો. અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરેલ ડોક્ટર નાં જીવન ને જોઈને ભાવુક થયા હતા. MBBS માં ભણવા જઈ રહેલા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનીઝેશન ના વિદ્યાર્થીઓ ને ગુજરાત માં ભોમ ની સેવાકાજે વતન પરત ફરી લોકસેવા નો અનુરોધ કર્યો. અને વિવિધ ક્ષેત્ર માં માસ્ટર ડિગ્રી અને રિસર્ચ કરવા માટે પ્રેરિત કર્યા.

આ શુભ પ્રસંગે બોલતા માનનીય અધ્યક્ષશ્રી નીમાબેન આચાર્ય મેડમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તબીબી જીવનમાં પ્રવેશ એ ભલે સંઘર્ષપૂર્ણ સફર હોય પણ એક અત્યંત આત્મસંતોષ આપતી સફર છે. કચ્છના ભૂકંપ મા અથાક પરિશ્રમ સાથે આપેલી તબીબી સેવાઓના દિવસો માનનીય અધ્યક્ષએ તાજા કર્યા હતા. સંઘર્ષ વગર ક્યારે સિદ્ધિ હાંસલ થતી નથી તેવું જણાવતા માનનીય અધ્યક્ષ કહેલું કે વિદેશમાં કે ભારતમાં દરેક અભ્યાસ ઇચ્છુક ડોક્ટર નું જીવન સંઘર્ષમય રહેવાનું પણ જો હૃદય માં સેવાની ભાવના હોય અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય તો હંમેશા સફળતા મળે જ છે. સેંકડો દર્દીઓ માંથી આજ સુધીમાં જેની સાચા હૃદયથી પ્રાર્થના કરેલી છે તેવા કોઈપણ દર્દીનું ઈશ્વર કૃપાથી મૃત્યુ થયેલું નથી.

આ પણ વાંચો: Boat Net Assistance Scheme: માંડવી ખાતે સાસંદ પ્રભુભાઇ વસાવાના હસ્તે આમલી જળાશયના ઈજારદાર લાભાર્થીઓને ૩૭ બોટ અર્પણ

તબીબ બનનારા વિદ્યાર્થીઓ ને તેમના મા-બાપ સમાજ અને ઈશ્વરના ઋણી રહેશે તેમ જણાવ્યું હતું.

માનનીય અધ્યક્ષએ આ સંચાલકોનો આ પ્રસંગે સંચાલકોનો આભાર માન્યો હતો અને આવું ઉદ્દાત કાર્ય કરવા બદલ ઉમંગ પટેલ (સંસ્થાપક -) ની પ્રસંશા કરી હતી.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ ના ડાયરેક્ટર ડો. દિલીપ માવલકર એ તમામ વિદેશ જનારા વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ આપી હતી અને પબ્લિક હેલ્થ એટલે જાહેર આરોગ્ય માં તબીબ બન્યા પછી રહેલી સંભાવનાઓ વિશે વાત કરી હતી વિદેશમાં જઈ અને વિદેશની સંસ્કૃતિમાં થી પણ સારું શીખવાની તેમજ ભારતીય સંસ્કૃતિ ના સારા પાસાઓ વિદેશમાં પ્રસરાવવા ની અપીલ કરી હતી

ઈન્ડિયન મેડિકલ એસોસીએશન ગાંધીનગરના પ્રમુખ ડોક્ટર અનિલ ચૌહાણ માનનીય અધ્યક્ષ સાથે ના જુના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ વાલીઓની જવાબદારીઓ અને ફરજો ને ખુબ સરસ રીતે સમજાવી હતી

9f3d1ee3 28ca 4cf8 9110 78a4d7e67cab

માનનીય અધ્યક્ષએ મેકિંગ ડૉક્ટરસ ઓર્ગેનીઝેશન ના ડિરેક્ટર ઉમંગ પટેલ ને તથા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, ગાંધીનગર ના પ્રેસિડેન્ટ ડો. અનિલ ચૌહાણ સાહેબ ના તબીબી શિક્ષણ ક્ષેત્ર ના યોગદાન ને બિરદાવ્યો હતો.

કાર્યક્રમ ના આયોજક ઉમંગ પટેલ ઘ્વારા વિદેશ માં તબીબી ક્ષેત્ર માં અભ્યાસ કરવા જઇ રહેલા દરેક વિદ્યાર્થો નું સન્માન કરી તેમને મેડિકલ અભ્યાસ કાળ દરમ્યાન બધી જ જરૂરિયાત પૂરી કરવા અને વધુ માં વધુ વિદ્યાર્થીઓ સારા સેવાભાવી ડોક્ટર બની શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા નું વચન આપ્યું.

વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ આ કાર્યક્રમ ને અવિસ્મરણીય ગણાવી માનનીય અધ્યક્ષને તથા આયોજકો નો આભાર વ્યક્ત કર્યો.

Gujarati banner 01