Boat Net Assistance Scheme

Boat Net Assistance Scheme: માંડવી ખાતે સાસંદ પ્રભુભાઇ વસાવાના હસ્તે આમલી જળાશયના ઈજારદાર લાભાર્થીઓને ૩૭ બોટ અર્પણ

Boat Net Assistance Scheme: સુરત મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા રાજ્ય સરકારની બોટ નેટ સહાય યોજનામાં ૧૧૧ માછીમારોને ૩૭ યુનિટ બોટનું વિતરણ

સુરત, 25 ફેબ્રુઆરીઃ Boat Net Assistance Scheme: સાસંદ પ્રભુભાઈ વસાવાના હસ્તે માંડવી તાલુકાની દેવગઢ વિભાગ જંગલ સહકારી મંડળીની કચેરી ખાતે ૧૧૧ આમલી જળાશયના ઈજારદાર લાભાર્થીઓને ૩૭ યુનિટ બોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બોટ સુરત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા રાજ્ય સરકારની બોટ નેટ સહાય યોજના હેઠળ ૫૦ ટકાના ધોરણે માછીમારોને મત્સ્યઉદ્યોગ માટે આપવામાં આવી છે.


આ પ્રસંગે પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,’આમલી જળાશયના માછીમાર પરિવાર ડેમમાં માછલી-ઝીંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરે છે, ત્યારે રાજ્ય સરકાર છેવાડાના ગામોમાં વસવાટ કરતા આવા નાના માછીમાર પરિવારોના કલ્યાણ માટે પણ કૃતસંકલ્પ છે. રાજ્ય સરકારની બોટ નેટ યોજના અંતર્ગત આ લાભાર્થીઓને ૫૦ ટકાના ધોરણે બોટની સહાય આપવામાં આવી રહી છે.


આ પ્રસંગે સુરત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીમતી બિંદુબેન.આર.પટેલ, મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક શ્રીમતી પી.વી.નારીગરા, મત્સ્ય ગણતીદાર વી.વી.ભરવાડ તથા આમલી જળાશયના ઈજારદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ MD drugs accused ATS arrested: ગુજરાત એટી.એ.એસએ સાંતલપુર-વારાહી હાઇવે પરથી MD ડ્રગ્ઝ સાથે બે ઇસમોની કરી ધરપકડ

Gujarati banner 01