Surat grishma killing case

Surat grishma killing case: ગ્રીષ્માની હત્યા કરનારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ગુનો કબૂલ ના કર્યો

Surat grishma killing case: સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી

સુરત, 25 ફેબ્રુઆરીઃ Surat grishma killing case: સુરતમાં કામરેજના પાસોદારામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ફેનિલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ખેદ જણાયો નહતો.

દરમિયાન કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. જોકે, આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ દ્વારા વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે.સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ceremony was held to honor the doctor: તબીબી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશમાં જેઇ રહેલા ભવિષ્યના ડોક્ટરોનો સન્માન સમારંભ યોજાયો

નિર્દયતાપૂર્વકની હત્યાનો વીડિયો વાઇરલ થતા પોલીસે આરોપી ફેનિલ ગોયાણીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. પોલીસે માત્ર પાંચ દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. જોકે આ ગ્રામ્ય કોર્ટનો કેસ ઝડપી ચાલે તે માટે આ કેસને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

જોકે ગતરોજ આ કેસમાં આરોપીને વીડિયો કોન્ફરન્સથી હાજર કરવામાં આવ્યા બાદ આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસને લઇને લોકોમાં રોષ હોવાને લઇને આરોપી ફેનિલ ગોયાણીને રજૂ કરતા પહેલા કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.સુરત કોર્ટમાં સોગંધનામું સાંભળ્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે અને તમામ સાક્ષીઓના તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે.

Gujarati banner 01