ganesh

Chandrayaan-3 Ganesha festival: ચંદ્રયાન-3ની સફળતા ગણેશ ઉત્સવમાં પણ જોવા મળી

Chandrayaan-3 Ganesha festival: આજે ગણેશ ચતુર્થીએ ભક્તોએ ધૂમધામથી ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપના કરી

અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ Chandrayaan-3 Ganesha festival: તાજેતરમાં ચાંદ ઉપર ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પહોંચતા સમગ્ર દેશ તેનું બહુમાન મેળવી રહી છે. ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે એક ભક્તે પોતાના ઘરે ભગવાન ગણેશજીની મૂર્તિમાં ચંદ્રયાન-૩ ની તસ્વીર મૂકતા એક અલગ જ ભક્તિ અને દેશપ્રેમ જોવા મળતા આ લેખ લખવાની ફરજ પડી છે.

ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર દેશવાસીઓ પોતાના ઘરે-ઓફિસમાં વિઘ્ન હરતા ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતા હોઈ છે. ભગવાન ગણેશજીની યથા શક્તિ પૂજા અર્ચના કરતા હોઈ છે. આવા સંઘો પોતાના વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિમાં અવનવા પ્રયોગો પણ કરતા હોય છે. જેનાથી આ સરસ મૂર્તિની લોકોનો આકર્ષણ બની રહે તેમ વર્ષોથી કરતા આવ્યા છે.

શહેરના કુબેરનગર વિસ્તારના છારાનગર વિસ્તારમાં એક સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું આકર્ષણ વધે તે માટે ચંદ્રયાન-૩ સાથે ચીતરવામાં આવી છે. જે સથનિક લોકોનો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ મામલે પૂછતાં જિબ્રિલ તમાઈચીએ કહ્યું હતું કે, તાજેતરમાં ભારત દેશે ચંદ્ર ઉપર ચંદ્રયાન ૩ સફળતા પૂર્વક છોડ્યું છે. જે દેશના ગૌરવની વાત છે. આ ગૌરવ સિદ્ધિને ગણેશજી ના પર્વ સાથે ઉજવવી છીએ.

આ પણ વાંચો… CM Ganesh Puja: ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો