Information in Media: સમાચાર પત્રમાં છપાતી માહિતી કેટલે અંશે સાચી હોય છે?

    Information in Media: કોઈની પર્સનલ લાઈફને મુદ્દો બનાવી મરી મસાલા નાખી પેપરમાં છપાઈ દેવું  કેટલા અંશે વ્યાજબી છે?

Information in Media: કોઈ નામી વ્યક્તિ વિશે બેનામી બની. બીજાના નામનાં અર્થ સાથે છાપવું, શું ખરેખર યોગ્ય છે! એ અહેવાલ કેટલા અંશે સાચો છે. શું બધાં તંત્રીઓ તપાસ કરે છે ખરા? આડકતરી રીતે નામ છાપવું અને એ વ્યક્તિ જ્યારે પૂછે ત્યારે કહીને ઊભા થઈ જવું કે તમારે ક્યાં માથે ઓઠવાની જરૂર છે.

તમારું નામ ક્યાં લખ્યું છે. એક જ નામનાં અનેક વ્યક્તિનાં હોય, કોઈનું ઉપનામ, કોઈનાં તખલ્લુસ, કોઈનાં અર્ધ શેરનો ઉલ્લેખ કરવો અને આર્ટિકલ છાપવું. પેપર ચલાવા સનસનાટી  ભર્યા સમાચાર કેટલી વાર છપાય છે. તંત્રી જેને આ માહિતી આપી એનું નામ છુપાવી શકે પણ જેની છબી ખરાબ થઈ રહી હોય તો એ વ્યક્તિ પુરાવા પણ માંગી શકે.

journey of life: journey of life

બદનક્ષીનો દાવો પણ કરી શકે. લોકો જો એના પર ખરાબ રીતે આંગળી તો એ વ્યક્તિ ડિપ્રેશન નો શિકાર પણ થઈ શકે છે અને ડિપ્રેશનમાં આવીને એ વ્યક્તિ આપઘાત કરે તો એનો જવાબદાર કોણ રહે? જો તમારી પાસે એના છાપવાના પુરાવા હોય તો એના નામ સાથે છાપી દેવાય .

ભલે એ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવ .કોઈને બદનામ કરવાં ષડયંત્ર કરવા, રાજકરણ રમવાં સમાચારપત્રનો સહારો ક્યારેક લોકો લેતાં હોય છે.આ તો પેલા જેવી વાત થઈ.

માર ભી દિયા ઓર જિંદા ભી છોડ દિયા. ✍️ચૌધરી રશ્મિકા “રસુ “

આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *