girl accident vadodara

City bus accident:વડોદરામાં સિટી બસના ડ્રાઈવરે યુવતીને કચડી નાંખી, સારવાર દરમિયાન જ યુવતીનું મોત નિપજ્યુ

City bus accident:વડોદરામાં આવેલા જનમહેલ સીટી બસ ડેપો ખાતે યુવતી ડેપોમાં ચાલતી જઇ રહી છે ત્યારે જ સીટી બસનો ડ્રાઇવર આ યુવતીને પાછળથી ટક્કર મારી

વડોદરા, 09 માર્ચઃ City bus accident: ગુજરાતમાં હવે સ્કૂલ-કોલેજો ખૂલતાં જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવા લાગ્યા છે.વડોદરામાં એક સીટી બસે એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે. વડોદરામાં આવેલા જનમહેલ સીટી બસ ડેપો ખાતે યુવતી ડેપોમાં ચાલતી જઇ રહી છે ત્યારે જ સીટી બસનો ડ્રાઇવર આ યુવતીને પાછળથી ટક્કર મારી તેના પરથી બસ ચઢાવી દે છે.

ડ્રાઇવરની બેદરકારીના કારણે આ નિર્દોષ યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મૃતક યુવતી સુરતની 25 વર્ષિય શિવાની સોલંકી છે. શિવાની MS યુનિવર્સિટીની સાયન્સની ફેકલ્ટીમાં ભણતી હતી. લાડકવાઇ દીકરી ગુમાવતા પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું છે. મૃતકના પરિવાર અને સગા-સંબંધીઓ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. ડ્રાઇવરને કડક સજા આપી દાખલો બેસાડવાની માંગ પણ ઉઠી છે.

આ પણ વાંચો…Pakistani woman thanked PM Modi: યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર- જુઓ વીડિયો

સમગ્ર ઘટનામાં પરિવારે પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી છે. કોરોનાના કેસ ઘટતા હવે સ્કૂલ-કોલેજો ખુલી ગઇ છે. ઓનલાઇન ભણતા વિદ્યાર્થીઓ હવે ઓફલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે લગભગ બે વર્ષ બાદ સ્કૂલ અને કોલેજો ખુલવાથી વિદ્યાર્થીઓ એક અલગ જ અનુભૂતિ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આવી કોઇ ઘટના બને છે ત્યારે પરિવારજનો પર આભ તૂટી પડે છે. શું કરવું અને શું નહીં તે પણ સમજાતું નથી. કઇંક આવી પરિસ્થિતિ હાલમાં મૃતકના પરિવારની છે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.