Voter e1669867542474

કોર્પોરેશન ચૂંટણી: લાયકાતના પેરામિટર્સ વધુ બન્યા કડક, કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપી નેતાઓને ટિકીટ ના મળી શકે!

Voter

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉમેદવારોની લાયકાતના પેરામિટર્સ વધુને વધુ કડક જાહેર કરી રહ્યાં હોવાથી અમદાવાદમાં કોર્પોરેટર રહી ચૂકેલા ભાજપ નેતાઓને ટિકીટથી હાથ ધોવા પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. જે રીતે ભાજપે ઉમેદવાર પસંદગીના ધારાધોરણો બનાવ્યા છે તે જોતા હાલના 142ના 50 ટકા એટલે કે 71થી વધુ કોર્પોરેટરોના નામ પર કાતર ફરશે તેમ જણાય છે. એમાં પણ 55 વર્ષથી મોટી ઉંમરનાએ ટિકીટ માગવી નહીં તે મતલબની કરાયેલી જાહેરાતે અનેકની ઉંઘ હરામ કરી દીધી છે. બીજી તરફ નવા મૂરતિયાઓને ચાન્સ વધવાની આશાએ ટિકીટવાંચ્છુઓની લાઈનો લાગી છે. ‘

આ વખતે અમદાવાદના ત્રણ પૂર્વ મેયરોના નામ પર પણ કાતર ફરી રહ્યાનું જણાય છે. આમ તો મીનાક્ષીબેન પટેલ અને ગૌતમભાઈ શાહે સામેથી ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી દીધી છે. જ્યારે ત્રીજા પૂર્વ મેયર અમિત શાહે તેમના બદલે તેમના પુત્ર સન્ની શાહના નામને ટિકીટ માટે આગળ કર્યું છે. એવી જ રીતે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે તેમના પુત્ર જયમલ ભટ્ટનું નામ આગળ કર્યું છે.

Whatsapp Join Banner Guj

ગઈ ચૂંટણીમાં ત્રણ જેટલાં પૂર્વ કોર્પોરેટરોના પત્નીઓને ટિકીટ અપાઈ હતી. આ વખતે પણ કેટલાંક પત્નીઓને ટિકિટ અપાવાની ફિરાકમાં છે. આમ કોંગ્રેસના વંશવાદનો વિરોધ કરી રહેલા ભાજપમાં ટિકીટોની વહેંચણી સમયે જુદું જ વાતાવરણ જોવા મળે છે.અનામત બેઠકોના સંદર્ભમાં પણ 35 થી 40 જેટલાં નામોમાં ફેરફારો થશે. આ તમામ બાબતોનો સરવાળો એ છે કે આગામી સમયમાં મ્યુનિ.માં મોટી સંખ્યામાં નવા કોર્પોરેટરો જોવા મળશે.

એવી જ રીતે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે તેમના પુત્ર જયમલ ભટ્ટનું નામ આગળ કર્યું છે. ગઈ ચૂંટણીમાં ત્રણ જેટલાં પૂર્વ કોર્પોરેટરોના પત્નીઓને ટિકીટ અપાઈ હતી. આ વખતે પણ કેટલાંક આ ફિરાકમાં છે. કોંગ્રેસના વંશવાદનો વિરોધ કરી રહેલા ભાજપમાં ટિકીટોની વહેંચણી સમયે જુદું જ વાતાવરણ જોવા મળે છે.

ઉપરાંત 55 વર્ષ થઈ ગયા હોય તેવા કોર્પોરેટરો અને નાની કમિટીઓના કેટલાંક પૂર્વ ચેરમેનો કપાશે તે બાબતે ઘણાની ધડકન વધારી દીધી છે. અનામત બેઠકોના સંદર્ભમાં પણ 35 થી 40 જેટલાં નામોમાં ફેરફારો થશે. આ તમામ બાબતોનો સરવાળો એ છે કે આગામી સમયમાં મ્યુનિ.માં મોટી સંખ્યામાં નવા કોર્પોરેટરો જોવા મળશે.

GEL ADVT Banner

બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે. બદરૂદ્દીન શેખનું અવસાન થતાં તે જગ્યા ખાલી પડી છે. બે કોર્પોરેટરોએ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી છે. કેટલાંકની ઉંમર થવાની સાથે તબિયત સારી રહેતી નથી. એટલે કોંગ્રેસમાં પણ જુનાના સ્થાને અનેક નવા ચહેરા ઉમેરાશે તે નક્કી છે. એમાં પણ ઓવૈસીની પાર્ટીએ થોડો ગભરાટ પણ ઉભો કર્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસનું મોવડીમંડળ ફુંકી ફુંકીને આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો…

ધોરણ 9 અને 11ના વર્ગો પણ આ મહિનાથી થશે શરૂ, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત