f241e6a2 796b 4251 8a88 a29028fcb1a3

Counting of votes: અમદાવાદના 4 વોર્ડમાં ભાજપની જીત, 130માં ભાજપ, 34માં કોંગ્રેસ અને 12 બેઠક પર AAP આગળ- હજી ગણતરી ચાલુ

Counting of votes

ગાંધીનગર, 23 ફેબ્રુઆરીઃ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી(Counting of votes)ની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ બેલેટ પેપરનું મતગણતરીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરાશે. આ બંને સ્થળો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Whatsapp Join Banner Guj

રાજકોટમાં વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ 18 હજાર મતોથી આગળ જોવા મળી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કશ્યપ ભાઈને શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ભાજપે વિજયી સરઘસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. બે વોર્ડમાં ભાજપનો વિજય, શરૂઆતના ટ્રેન્ડમાં રાજકોટના વોર્ડ 7 અને 10માં ભાજપને જીત મળી છે.

સૂરતના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ 2માં પાર્ટી જીતની નજીક પહોંચી ગઇ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં બીજેપી 141, કોંગ્રેસ 40, આમ આદમી પાર્ટી 16, AIMIM 4 સીટો પર આગળ ચાલી રહી છે.

અમદાવાદના મતગણતરી(Counting of votes) સેન્ટર પર ઉમેદવારો અને એજન્ટોનો રાફડો ફાટ્યો છે. જેમાં કોરોના વાયરસની ગાઈડ લાઈન સામે કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ભરાવો જોવા મળ્યો છે. ગુજરાત કોલેજ ખાતે પોલીસ અને ચૂંટણી તંત્ર ની મોટી બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે મતગણતરી કેન્દ્રો માં ઉમેદવારના એજન્ટો ની મોટી ભીડ ઉમડતા પોલીસ અને ચૂંટણી તંત્ર બન્યું મુક પ્રેક્ષક બન્યું છે.

Whatsapp Join Banner Guj

4 વોર્ડમાં ભાજપની જીત

અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે થલતેજમાં પણ જીત હાંસલ કરી છે. જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે. જીત સાથે જ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.

  • મતગણતરી(Counting of votes) સેન્ટર પર ઉમેદવારો અને એજન્ટો રાફડો
  • કોરોના ગાઇડ લાઇન સામે કાર્યકર્તા અને ઉમેદવારો ભરાવો
  • ગુજરાત કોલેજ ખાતે પોલીસ અને ચૂંટણી તંત્ર ની મોટી બેદરકારી
  • શહેરમાં પુનઃ કોરોના કેસ વચ્ચે સોશ્યલ ડિસ્ટનસિંગ ના ધજાગરા
  • મતગણતરી કેન્દ્રો માં ઉમેદવારના એજન્ટો ની મોટી ભીડ
  • પોલીસ અને ચૂંટણી તંત્ર બન્યું મુક પ્રેક્ષક
  • ક્યાંય કોવિડ ગાઈડલાઈન નો અમલ નહિ
  • ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કોંગ્રેસના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ જીતતા પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે.
  • વડોદરામાં 7 બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ, મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • સુરત રિઝલ્ટમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ, SVNIT ખાતે પોલીસ મહિલા કર્મચારીની તબિયત લથડી
  • તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરીમાં 33માં ભાજપ આગળ, 10માં કોંગ્રેસ આગળ
  • વડોદરામાં બબાલ : મનપાની મતગણતરી દરમિયાન એજન્ટો અને પોલીસ આમને સામને
  • વડોદરા રિઝલ્ટ:76 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિતના 279 ઉમેદવારોનું ભાવી EVMમાંથી ખુલશે, પોલિટેકનિક કોલેજ બહાર ટોળા ઉમટ્યા, 9 વાગ્યાથી મતગણતરી
  •  શરૂઆતના ટ્રેન્ડમાં અમદાવાદની બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને એક પર AIMIM આગળ ચાલી રહી છે.

સવારના 10 વાગ્યા સુધીના આંકડા

  • અમદાવાદ -બીજેપી 16 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ
  • વડોદરા- બીજેપી 11 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
  • રાજકોટ- બીજેપી 8 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
  • સુરત- બીજેપી 13 અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ
  • ભાવનગર બીજેપી 9 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
  • જામનગર- બીજેપી 9 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ

આ પણ વાંચો…

Bhruch blast: ભરૂચની કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગી, 24 કર્મચારી ગંભીર રીતે થયા ઘાયલ