Maulana mufti Azhari in jail

Maulana mufti Azhari in sabarmati jail: મૌલાના મુફ્તી સલમાન અઝહરી મોડાસામાં રિમાન્ડ પૂરા, કોર્ટે સાબરમતી જેલમાં મોકલવાનો આપ્યો આદેશ

Maulana mufti Azhari in sabarmati jail: મોડાસા પોલીસે ભડકાઉ ભાષણના મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની થઇ હતી ધરપકડ

અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ Maulana mufti Azhari in sabarmati jail: ભડકાઉ ભાષણના મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. હવે રિમાન્ડ પૂર્ણ થતા મોડાસા પોલીસે આરોપી મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલવા માટે આદેશ કર્યો છે. મૌલાનાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવા માટે કોર્ટે આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોડાસામાં ગત ડિસેમ્બર માસમાં ભડકાઉ ભાષણ કરવાના મામલે ગત 9 ફેબ્રુઆરીએ મોડાસા શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો. જેને લઈ મોડાસા પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Pandal collapses in delhis JLN: દિલ્હીના JLN સ્ટેડિયમમાં પંડાલ ધરાશાઇ થતા અનેક લોકો દટાયા અને 8થી વધુ ઘાયલ- વાંચો વિગત

કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મૌલાનાના મંજૂર કર્યા હતા. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરીથી મોડાસા પોલીસે મૌલાનાને કોર્ટમાં રજૂ કર્યા હતા.

કોર્ટે મોડાસા સબ જેલના બદલે અમદાવાદ સ્થિત સાબરમતી મધ્યસ્થ જેલમાં આરોપી મૌલાનાને મોકલવા માટે હુકમ કર્યો હતો. સોમવારે મૌલાનાના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો