Paytm

paytm payment bank users time limit extended: Paytm પેમેન્ટ બેંકના યુઝર્સ માટે સારા સમાચાર, Paytm એ Axis Bank સાથે કરી પાર્ટનરશિપ- વાંચો વિગત

paytm payment bank users time limit extended: RBIએ 29મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે Paytm પેમેન્ટ્સ બેંકની સમયમર્યાદા લંબાવી દીધી

બિઝનેસ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ paytm payment bank users time limit extended: Paytm પેમેન્ટ્સ બેંક યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા. RBIએ 29મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે Paytm પેમેન્ટ્સ બેંકની સમયમર્યાદા લંબાવી દીધી. તેમજ Paytm એ તેનું મેઈન એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કર્યું છે.

નોંધનીય છે કે, Paytm એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે Axis Bank સાથે પાર્ટનરશિપ કરી છે જેથી વેપારીઓ માટે પેમેન્ટ સેટલ કરી શકાય. કંપનીએ કહ્યું કે One97 કોમ્યુનિકેશને તેનું નોડલ એકાઉન્ટ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કર્યું છે.

આ પણ વાંચોઃ Maulana mufti Azhari in sabarmati jail: મૌલાના મુફ્તી સલમાન અઝહરી મોડાસામાં રિમાન્ડ પૂરા, કોર્ટે સાબરમતી જેલમાં મોકલવાનો આપ્યો આદેશ

અગાઉ આરબીઆઈએ સ્પષ્ટ સૂચના આપી હતી કે 29 ફેબ્રુઆરી પછી બેંક દ્વારા અન્ય કોઈ બેંકિંગ સેવાઓ, જેમ કે ફંડ ટ્રાન્સફર (સેવાઓ જેવી કે AePS, IMPS વગેરે), BBPOU અને UPI સેવાઓ પૂરી પાડવામાં ન આવે. સેન્ટ્રલ બેંકે One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ્સ સર્વિસ લિમિટેડના નોડલ એકાઉન્ટ્સને 29 ફેબ્રુઆરી, 2024 પહેલા કોઈપણ સંજોગોમાં વહેલામાં વહેલી તકે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

હવે તેની પાસે 15 માર્ચ 2024 સુધીનો સમય છે. આરબીઆઈએ પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ સુધીમાં તમામ ટ્રાન્જેક્શન અને નોડલ એકાઉન્ટ્સની પતાવટ કરવા અને તે પછી કોઈપણ અન્ય વ્યવહારો પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. પહેલા આ તારીખ 29મી ફેબ્રુઆરી સુધી હતી જે હવે વધીને 15મી માર્ચ થઈ ગઈ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો