JlN delhi

Pandal collapses in delhis JLN: દિલ્હીના JLN સ્ટેડિયમમાં પંડાલ ધરાશાઇ થતા અનેક લોકો દટાયા અને 8થી વધુ ઘાયલ- વાંચો વિગત

Pandal collapses in delhis JLN: આજે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે એક પંડાલ ધરાશાયી થયો, જેમાં ઘણા લોકો દટાયા.

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ Pandal collapses in delhis JLN: આજે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે એક પંડાલ ધરાશાયી થયો, જેમાં ઘણા લોકો દટાયા. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસની ટીમ પણ સ્થળ પર હાજર છે. આ પંડાલ સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી પોઈન્ટ પર બનાવવામાં આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી વરસાદ અને બરફવર્ષાની આગાહી, આ વિસ્તારોમાં અપાયુ ઓરેન્જ એલર્ટ

આ દુર્ઘટના પર ડીસીપીએ કહ્યું છે કે પંડાલમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.જવાહર લાલ નેહરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસેના લૉનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લૉનનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા આઠ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કોઈના મોતના સમાચાર નથી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો