CT scanning machine vijay rupani

CT scanning machine: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફળવાયું

CT scanning machine: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત રજુઆતને મળી સફળતા.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૯ જુલાઈ:
CT scanning machine: ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ. નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ.

CT scanning machine jamnagar

આ તબ્બકે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સીટી સ્કેનિંગ મશીન વસાવાની વ્યસ્થા અંગે રજુઆત કરવામાં આવેલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. સી.એમ નીતિનભાઈ પટેલ એ રજુઆતને સ્વીકારી જામનગરની જનતાના હિત અર્થે અંદાજે રૂ. ૮.૫ કરોડ ના ખર્ચે ૧૨૮ સ્લાઈડની અદ્યતન સીટી સ્કેનિંગ મશીન (CT scanning machine) ની ત્વરિત ફાળવણી કરેલ.

Whatsapp Join Banner Guj

ગુજરાત રાજ્ય સરકારની સંવેદનશીલ નિર્ણયને (CT scanning machine) શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો / પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ સહીત સૌ કોઈ એ આવકારેલ છે.