Isudan ambaji darshan

AAP ambaji darshan: આપના નેતા માસ્ક વિના અંબાજી પંથકમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાજંલી પાઠવવા પહોંચ્યા કે ત્રીજી લહેરને આમંત્રણ આપવા?

AAP ambaji darshan: આગામી સમય માં આપ પાર્ટી ને તક મલશે તો દિલ્હી માં જે રીતે અરવિંદ કેજરીવારે ભ્રષ્ટાચાર મુક્ત શાષન લાવ્યુ છે તે રીતે અમે પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશુ: ઇશુદાન ગઢવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૯ જુલાઈ:
AAP ambaji darshan: ગુજરાત માં આગામી વર્ષ 2022 માં વિધાનસભા ની ચુંટણી ઓ આવી રહી છે. જેને લઇ વિવિધ રાજકીય પક્ષો પોતાની ચુંટણી રણનીતી માં લાગી ગયા છે. ને જેમાં ખાસ કરી ને આપ પાર્ટી અન્ય પાર્ટીઓ ને ટક્કર આપવાં પ્રયાસ કરી રહી છે. ત્યારે ગત્ત લોકસંપર્ક નાં ભાગ રૂપે 28 જુન નાં સોમનાથ ખાતે થી જનસંવેદના મુલાકાત યાત્રા શરૂ કરી હતી. ને એક મહીના સુધી લોકો નાં સંપુર્ક માં રહી શક્તિપીઠ અંબાજી ખાતે પુર્ણ કરવામાં આવી છે.

AAP ambaji darshan

આ પણ વાંચો…IPPB india new service: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી-વાંચો વિગત

આ કાર્યક્રમ થકી અંબાજી પંથક માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી હતી ને આપ નાં નેતાઓ દ્વારા તેમના પરીવાર જનો ને પણ સાંત્વના આપી હતી જોકે આપ પાર્ટી પોતાના આ કાર્યક્રમ થકી કોરોના થી મૃત્યુ પામેલા લોકો નો આકંડો ભેગો કરી રહી છે. ને આ વિસ્તાર માં પણ કોરોના થી મૃત્યુ પામનાર લોકો નાં ફોર્મ ભરાવ્યા હતા. જેમાં સરકાર જે કોરોના થી મૃતકો નાં આકડા છુપાવી રહી છે તેને આપ પાર્ટી સાચા આકડા લાવવા નો પ્રયાસ કરી રહી છે.

AAP ambaji darshan, Isudan gadhvi

સાથે આપ પાર્ટી નાં નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ભાજપા સરકાર દ્વારા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે. ને જો આગામી સમય માં આપ પાર્ટી ને તક મલશે તો દિલ્હી માં જે રીતે અરવિંદ કેજરીવારે ભ્રષ્ટાચાર મુક્ત શાષન લાવ્યુ છે તે રીતે અમે પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશુ. આજે પ્રથમ તબક્કા ની જનસંવેદના યાત્રા નું અંબાજી ખાતે સમાપન કરવામાં આવ્યુ છે. ત્યારે બીજા ચરણ ની યાત્રા 16 ઓગસ્ટ થી ઉમીયા માતા નાં દર્શન કરી ને ફરી શરૂ કરાશે. જોકે આજે પ્રથમ તબક્કા ની જનસંવેદના યાત્રા પુર્ણ કરી માં અંબા ના દર્શન કર્યા હતા. ને મંદિર નાં ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી પણ બંધાવી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

રાજકરાણ માં પ્રવેસેલાં ઇસુદાન ગઢવી જાણે ત્રીજા તબક્કા ની કોરોના ની લહેર ને આમત્રણ આપવાં અંબાજી પહોંચ્યા હોય તેમ પોતે ને કાર્યકર્તાઓ સોસીયલ ડિસ્ટન્સ નાં ધજાગરા ઉડાવ્યા હતા. ને મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ માસ્ક વગર ટોળા માં ઉમટી પડ્યાં હતા.